Gujarat Corona Case: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 33 કેસ, જુઓ વીડિયોમાં
Gujarat Corona Case: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા નવા 33 કેસ, જુઓ વીડિયોમાં
દેશના વિવિધ ભાગોમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 1200 ને વટાવી ગઈ છે. કોવિડ-19 પોઝિટિવ દર્દીઓમાંથી 12 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક રાખવાની પણ સલાહ આપવામાં આવી છે, જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકીનો કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, આ બાળકીની અત્યારે ઓક્સિજન સહારે સારવાર ચાલી રહી છે, આ સિવાય સિવિલમાં અન્ય બે દર્દી દાખલ છે જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં એક સગર્ભા સહિત ત્રણ પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. આમ બે સિવિલમાં છ દર્દી છે.
















