Gujarat Rain Data: રાજ્યમાં 24 કલાકમાં 141 તાલુકામાં બરબાદીનો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?
ગુજરાતમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ડાંગરથી લઇને કપાસ, મગફળી અને શાકભાજીના પાકોમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 141 તાલુકામાં માવઠુ થયુ છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, સૌથી વધુ અમરેલી જિલ્લા અને ભાવનગર જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ફરી એકવાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલી, તળાજા, ભાવનગર, રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે.
24 કલાકમાં 141 તાલુકાઓમાં બરબાદીનો વરસાદ
24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં અમરેલીના ખાંભામાં ત્રણ ઈંચ વરસાદ
24 કલાકમાં ભાવનગરના તળાજામાં અઢી ઈંચ વરસાદ
24 કલાકમાં જાફરાબાદમાં બે ઈંચ વરસાદ
24 કલાકમાં ભાવનગરના મહુવામાં બે ઈંચ વરસાદ
24 કલાકમાં ઉના, ભાણવડમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
24 કલાકમાં પડધરી અને ખંભાળિયામાં સવા ઈંચ વરસાદ
24 કલાકમાં લીંબડી, ચોટીલા, નાંદોદમાં એક-એક ઈંચ વરસાદ
24 કલાકમાં વલ્લભીપુર, થાનગઢ, કાલાવડમાં એક-એક ઈંચ વરસાદ
24 કલાકમાં ગણદેવી, વાપી, રાણાવાવમાં એક-એક ઈંચ વરસાદ




















