Dwarka Rain | દ્વારકામાં મેઘતાંડવ બાદ સર્જાઈ તારાજી, જુઓ દ્રશ્યોમાં
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેરના બદલે મેઘ કહેર વરસી રહી છે. દ્વારકામાં મેઘતાંડવ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે... મૂલવેલ ગામમાં બેઠો પુલ પાણીના પ્રવાહમાં એવો તૂટ્યો કે આખુય ગામ સંપર્ક વિહોણું બન્યું છે... અહીંયા ચાર દિવસથી માલધારીઓ દૂધનું વેચાણ નથી કરી શક્યા... મૂલવેલ ગામમાં બેઠો પુલ પાણીના પ્રવાહમાં એવો તૂટ્યો કે આખુય ગામ સંપર્ક વિહોણું બન્યું છે... અહીંયા ચાર દિવસથી માલધારીઓ દૂધનું વેચાણ નથી કરી શક્યા... દ્રશ્યોમાં ગામની સ્થિતિ તમે જોઈ શકો છો...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. વરસાદના આ રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવી છે. જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. સુરત, આણંદ, વડોદરા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્ર ઝૉનના કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ સર્જાઇ છે, અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હવે આ બધાની વચ્ચે ફરી એકવાર મોટુ અપડેટ સામે આવ્યુ છે, લેટેસ્ટ આગાહી પ્રમાણે, ગુજરાતમાં પણ હજુ પણ ત્રણ સિસ્ટમનો ખતરો છે, અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે.