Gujarat Rain Forecast: રાજ્યમાં બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી
આગામી 24થી 48 કલાક રાજ્યના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.. ત્યારે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પર સમીક્ષા બેઠક યોજાઈ.. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતી રવી અને રાહત કમિશનર આલોકકુમાર પાંડેની ઉપસ્થિતિમાં અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી જરૂરી સૂચનો અને આગોતરી તૈયારીઓની સમીક્ષા કરાઈ.. રાજ્યના અલગ અલગ ડેમનું જળસ્તર, જરૂર પડ્યે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવા જણાવાયું.. સાથે જ જિલ્લા અને તાલુકા વહીવટી પ્રશાસનના તમામ અધિકારી, કર્મચારીઓને હેડકવાર્ટર પર હાજર રહેવાની સૂચના અપાઈ.. રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર પડ્યે NDRF અને SDRFની ટીમોને ડિપ્લોટ કરવા, અને કાલે યોજાનારી GPSCની પરીક્ષાને ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્રો પર તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરોને સૂચના અપાઈ.. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 98 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી.. જ્યારે એક NDRFની ટીમને વડોદરામાં રિઝર્વ રાખવામાં આવી છે..



















