સુરેન્દ્રનગરમાં વનકર્મી પર 10 શખ્સોનો હુમલો, કાર અથડાવ્યા બાદ લાકડી વડે માર્યો માર
સુરેન્દ્રનગરમાં વનકર્મી પર 10 વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરમાં રોંગ સાઈડમાં બાઈક ચલાવવા મુદ્દે ઝઘડો થયો હતો. સડલાથી કળમાદ ગામ તરફના રસ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો બે કારમાં આવ્યા હતા અને વનકર્મી અને તેના ભત્રીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. કાર અથડાવ્યા બાદ લાકડી વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. હુમલાખોરો સામે મૂળી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હુમલાખોરો બે સ્કોર્પિયો અને એક શિફ્ટ કારમાં આવ્યા હતા અને વનકર્મીના બાઈક સાથે અથડાવી હતી. આમ તમામ શખ્સો વિરુદ્ધ મૂળી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી.

















