Gujarat Rain Forecast: રાજ્ય પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, પાંચ દિવસ વરસશે ધોધમાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. જેમાં સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે. જ્યારે કેટલાક જિલ્લામા મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
રેડ એલર્ટઃ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
ઓરેન્જ ઍલર્ટઃ તાપી, સુરત, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ
યલો એલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.

















