Gujarat Corona Case: રાજ્યમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચાર ગણો વધારો, જુઓ વીડિયોમાં
Gujarat Corona Case: રાજ્યમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચાર ગણો વધારો, જુઓ વીડિયોમાં
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64ના વધારા સાથે હાલ 461 એક્ટિવ કેસ છે. રાહતની વાત એ છે કે, આ 461માંથી માત્ર 20 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. આ સિવાય 441 દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે. એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં 100 જેટલા એક્ટિવ કેસ હતા. આમ, સપ્તાહમાં ચાર ગણોથી વધુનો વધારો થયો છે.
અમદાવાદમાં એક સપ્તાહ 76 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 3 ગણોથી વધુનો વધારો થયો છે. હાલમાં જે 241 દર્દીઓ છે તેમાંથી મોટાભાગના ઘરે જ સારવાર લઇ રહ્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે 37 વર્ષીય મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ સાથે જ હાલ સિવિલમાં કુલ ચાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં બે પુરુષ, એક મહિલા અને એક 8 માસની બાળકીનો સમાવેશ થાય છે.














