Gujarat Vidhan Sabha: રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં ખૂલી પોલ
રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં ખૂલી પોલ. ત્રણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 2 હજાર 295 શિક્ષકની ઘટ. જામનગર જિલ્લામાં 818, દ્વારકા જિલ્લામાં 1266 શિક્ષકની ઘટ. ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકની ઘટ. રાજ્ય સરકારે ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો કર્યો બચાવ
શાળામાં શિક્ષકોની ઘટની પોલ વિધાનસભામાં ખુલી પડી છે. ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળાઓમાં ૨,૨૯૫ શિક્ષકોની ઘટ છે. વિધાનસભા ગૃહમાં ઉઠેલા પ્રશ્નમાં આ માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે. જામનગર જિલ્લામાં ૮૧૮ શિક્ષકોની ઘટ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧,૨૬૬ શિક્ષકોની ઘટ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ૨૧૧ શિક્ષકોની ઘટ સામે આવી છે. રાજ્ય સરકારે ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો બચાવ કર્યો છે. જોકે જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતા પણ ઓછી છે. જામનગરમાં માત્ર ૩૮૭ જ્ઞાનસહાયક તો દેવભૂમિ દ્વારકામાં માત્ર ૧૨૨ જ્ઞાન સહાયકો છે. રાજ્ય સરકારે લાંબા સમયથી ચાલી રહેલી ૧૩,૮૫૨ વિદ્યાસહાયકોની ભરતી સામે મુકી બચાવ કર્યો હતો


















