Gujarat Rain Updates | ધોધમાર વરસાદને લઈને રાજ્યના 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ
Gujarat Rain Updates | ધોધમાર વરસાદને લઈને રાજ્યના 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ
ગુજરાતમાં હાલ મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (forecast) મુજબ આજે ગુજરાતના 16 જિલ્લામાં ભારે વરસાદ (rain) વરસી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું (rain)યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના વાસંદામાં વરસ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે.