Harsh Sanghavi Father Death | ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું લાંબા સમયની બિમારી બાદ નિધન
સુરત: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે. હર્ષભાઈના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે રમેશભાઈ સંધવીનું નિધન થયું હતુ.
છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત ખરાબ રહેતી હતી. કોરોનાકાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. યુનિક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તમામ સગા સંબંધીઓ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
રમેશ સંઘવી હીરાના વ્યવસાય સાથે અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. જૈન સમાજનમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની ઓળખ હતી. ઉમરામાં સાંજે 5 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.



















