Hevay Rain Forecast | આવતીકાલના વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Hevay Rain Forecast | આવતીકાલના વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આઠમી ઓગસ્ટે, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. જેમા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આ સાથે ગુજરાતમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
















