Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ
જમ્મુ-કશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ કચ્છ સરહદે પણ પશ્ચિમ કચ્છ પોલીસે ચેકિંગ હાથ ધર્યુ. સરહદીય વિસ્તારની સુરક્ષા અને આંતરિક સુરક્ષાને ધ્યાને રાખીને કચ્છ પોલીસે ચેકિંગ હાથ ધર્યુ.. ખાવડા સીમાએ રી પાર્કમાં આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ. સાથે જ કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા નાગરિકોને અપીલ કરાય.
તો આ તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સુરક્ષાને લઈને પોલીસે ચેકિંગ હાથ ધર્યુ. બોમ્બ સ્કવોર્ડ, SOG,LCB પોલીસે અંબાજી મંદિરમાં તપાસ હાથ ધરી સુરક્ષા બંદોબસ્ત કડક કર્યો.
પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના સભ્યોનો આગામી જમ્મુ-કશ્મીરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.. સ્ટડી ટુરમાં માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેયરમેન સહિત બાકી રહેલા ભાજપના 15 સભ્યોનો જમ્મુ-કશ્મીર પ્રવાસ રદ કરાયો છે..


















