Gujarat Rain Data : ગુજરાતમાં આજે કયા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Data : ગુજરાતમાં આજે કયા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
204 તાલુકામાં પડ્યો વરસાદ
16 તાલુકામાં 6થી 2 ઈંચ સુધીનો વરસાદ
26 તાલુકામાં 2થી 1 ઈંચ સુધીનો વરસાદ
અમરેલીના રાજુલામાં 6.89 ઈંચ વરસાદ
ગીર સોમનાથના ઉનામાં 4.53 ઈંચ વરસાદ
અમરેલીના લીલીયામાં 4.49 ઈંચ વરસાદ
ગીર ગઢડામાં 4.29 ઈંચ વરસાદ
અમરેલીના સાવરકુંડલામાં 3.7 ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં 3.66 ઈંચ વરસાદ
અમરેલીના ખાંભામાં 3.62 ઈંચ વરસાદ
ભાવનગરના વલભીપુરમાં 3.46 ઈંચ વરસાદ
ખેડાના ગળતેશ્વરમાં 3.19 ઈંચ વરસાદ
ગીર સોમનાથના કોડીનારમાં 3.15 ઈંચ વરસાદ
ભાવનગરના તળાજામાં 2.64 ઈંચ વરસાદ
ભાવનગરના જેસરમાં 2.48 ઈંચ વરસાદ
મહિસાગરના ખાનપુરમાં 2.36 ઈંચ વરસાદ
અરવલ્લીના મેઘરજમાં 2.13 ઈંચ વરસાદ
પંચમહાલના ગોધરામાં 2.05 ઈંચ વરસાદ
મહિસાગરના બાલાશિનોરમાં 2.01 ઈંચ વરસાદ
મહિસાગરના વિરપુરમાં 1.93 ઈંચ વરસાદ
મહિસાગરના કડાણામાં 1.89 ઈંચ વરસાદ
અમરેલીના જાફરાબાદમાં 1.85 ઈંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 1.77 ઈંચ વરસાદ
બોટાદ તાલુકામાં 1.73 ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં એવો કમોસમી વરસાદ વરસ્યો કે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ....જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા....રાજુલાના દાતરડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા....ધોધમાર કમોસમી વરસાદથી જાફરાબાદનું ટીંબી ગામ પાણી પાણી થયું.. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા....રાજુલાના કોસ્ટલ બેસ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો....માંડળ, પરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા જોરદાર માવઠાને લીધે રસ્તાઓ જળબંબાકાર થયા...રાજુલાનું ચોત્રા ગામ જળમગ્ન થયું....ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું....સતત વધી રહેલા પાણીના પ્રવાહથી ગ્રામજનોની સ્થિતિ વિકટ બની....જાફરાબાદના સરવડાનું તળાવ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો...જાફરાબાદના ગ્રામ્ય પંથક એવા સોખડા, લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.....સોખડા અને લોર ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ.....તો ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહમાં વીજપોલ પણ ધરાશાયી થયો....જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. શેરીઓમાં વરસાદી પાણીનો ધમસમતો પ્રવાહ જોવા મળ્યો.... જાફરાબાદના નાગેશ્રી ગામમાં મુશળધાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું....સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે સર્જી તબાહી.....ભમ્મર ગામની ફુલઝર અને જામવાડી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો...ભારે વરસાદથી સાવરકુંડલા-મહુવા જવાનો રસ્તો પણ બંધ થયો.....સાવરકુંડલાના જેસર જવાના તમામ માર્ગો પર વરસાદી પાણીમાં ગરકાવ થયા.. જેસર રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા.. રસ્તા પર પાણી ભરાતા વાહનોના પૈંડા થંભી ગયા.. ઘોબા, પીપરડી, ભમોદ્રા ગામમાં પાંચ ઈંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો......ખાંભા અને લાઠી પંથકમાં પણ કમોસમી વરસાદથી મચી તબાહી.. ખાંભાના નાના બારમણ સહિતના વિસ્તારોમાં વરસેલાવ રસાદથી રાયડી નદી તોફાની બની.....ગઈકાલથી વરસતા અવિર વરસાદથી ખાંભાનો રાયડી ડેમ સંપૂર્ણ ભરાયો...કમોસમી વરસાદથી રાજુલા પંથકની હાલત પણ બદથી બદ્દતર થઈ.....વાવેરા, દિપડીયા, ધારેશ્વર, બરફટાણા, સારોડીયામાં જોરદાર માવઠું વરસ્યુ.....રાજુલાના માર્ગો પાણી પાણી થયા.. કુંભનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા.. કમોસમી વરસાદથી ધાતરવડી-2 ડેમના આઠ દરવાજા એક એક ફુટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યુ.. ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા ધારાનેસ ગામ જળબંબાકાર થયું.. લોકોના ઘરોમાં ડેમના પાણી ઘર કરી ગયા.. તો એક વીજ પોલ પણ ધરાશાયી થયો....પીપાવાવ ધામમાં પણ પુર જેવી સ્થિતિ જોવા મળી.. ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા પીપાવાવ ધામ, ચાંચુડી ગામમાં પાણી ઘુસી ગયા.. કૃષિ પાકો પાણીમાં ગરકાવ થતા બરબાદ થઈ ગયો.. પીપાવાવ પોર્ટના રેલવે યુનિટમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા...4 ઈંચ વરસાદથી લીલીયા પંથક પણ થયું પાણી પાણી.....નાવલી નદીનું પાણી નજીકના રહેણાંક વિસ્તાર અને બજારોમાં ઘૂસી ગયું.....રાજુલાના સમઢીયાળા બંધારાનું પાણી ફરી વળતા ચાંચબંદર જવાનો રસ્તો બંધ થયો.. બંધારાના પાણીને લીધે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પ્રભાવિત થયા..સગર્ભા મહિલાને જેસીબીની મદદથી ધમસમતા પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી.....રાજુલાનું ઊંચૈયા ગામ પણ બેટમાં ફેરવાયું.. ધાતરવડી-2 ડેમમાંથી પાણી છોડાતા ઊંચૈયા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય.....ચારેય તરફ પાણી ફરી વળતા ગામમાં 50 જેટલા લોકો ફસાયા..... ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરા સોલંકી ગ્રામજનોની મદદે આવ્યા.. પાણીના ધસમસતા પ્રવાહમાં તરીને હીરા સોલંકી ગામમાં પહોંચ્યા.. બાદમાં ટ્રેક્ટરની મદદથી ગામમાં ફસાયેલા 50થી વધુ ખેતમજૂરો, બાળકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા...ભારે વરસાદથી અમરેલીના રાજુલામાં તણાયુ દૂધના કેન ભરેલ વાહન.. રામપરા અને એલ એન્ડ ટી કંપનીની વચ્ચેના કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં દૂધના કેન ભરેલ વાહન તણાયુ.. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને દોરડાની મદદથી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો..


















