Visavadar by Election: વિસાવદરની પેટાચૂંટણીમાં ગુંજ્યો પેરિસ જેવા રોડનો મુદ્દો, AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો કટાક્ષ
વિસાવદર પેટાચૂંટણીના AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વીડિયોના સહારે કર્યો કટાક્ષ. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પર ગોપાલ ઈટાલિયાએ કર્યો કટાક્ષ. થોડા દિવસ પહેલાં એક ચૂંટણીસભામાં કિરીટ પટેલે વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવવાનો વાયદો કર્યો હતો. એવામાં ગોપાલ ઈટાલિયાએ ભેંસાણનો એક વીડિયો વાયરલ કર્યો. ભેંસાણના શ્રીરામ ચોક ખાતે રસ્તાના પેંચવર્કનો વીડિયો ઉતારી કટાક્ષ કર્યો કે, રસ્તા પેરિસ જેવા બને કે નહીં.. પરંતુ પેંચવર્ક પેરિસ જેવું શરું કરી દેવાયું છે..
હવે પેરિસ જેવા રોડ બનાવવાનો મુદ્દો જોરશોરથી ગાજ્યો છે વિસાવદરની પેટાચૂંટણીમાં. પેરિસ જેવા રોડ બનાવવાના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલના નિવેદન પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ કર્યો છે કટાક્ષ. ભેંસાણના રસ્તા પર પેચવર્કની કામગીરીનો વીડિયો ઉતારીને ગોપાલ ઈટાલિયાએ કટાક્ષ કર્યો. જેમાં ગોપાલ ઈટાલિયાએ રસ્તાઓ પેરિસ જેવા નહી, પણ પેચવર્ક પેરિસ જેવુ શરૂ કરાયું છે.. થોડા સમય પહેલા ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે એક સભામાં પેરિસ જેવા રોડ બનાવવાનું નિવેદન આપ્યુ હતુ.. ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં અલગ અલગ આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ જોર પકડી રહી છે.
















