Bharuch News: ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઠગને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો
ભરૂચમાં નકલી કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન એક કિન્નરનો વેશ ધારણ કરીને લોકોને ઠગતો એક શખસ ઝડપાયો છે. તેને સોસાયટીના રહીશોએ અને અસલી કિન્નરોએ બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.
ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરીને છેતરપિંડી કરનાર ઠગને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો. એક શખ્સ નકલી કિન્નર બનીને છેલ્લા ત્રણ દિવસથી પૂર્વ પટ્ટી વિસ્તારમાં છેતરપિંડી આચરી રહ્યો હોવાની વારંવાર ફરિયાદો મળી રહી હતી. જે ફરિયાદો બાદ આજે સોસાયટીના રહીશોએ નકલી કિન્નર બનીને આવેલા એક ઠગને પકડીને ઢોર માર માર્યો. સ્થાનિકોના ઢોર મારથી ઠગ અધમુહો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપી ઠગને સારવાર માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે..



















