Geniben Thakor: "અંધશ્રદ્ધાથી દૂર રહી શિક્ષણ માટે કરો દાન": સાંસદ ગેનીબેનની ઠાકોર સમાજને ટકોર
અંધશ્રદ્ધાથી દૂર રહેવા સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ટકોર. પાટણમાં સદારામ કન્યા લાયબ્રેરીના ઉદ્ધાટનના કાર્યક્રમ વખતે કહી વાત. અંધશ્રદ્ધાથી દૂર રહી ઠાકોર સમાજ શિત્રણ માટે દાન આપે તેવી અપીલ..
ઠાકોર સમાજને અંધશ્રદ્ધાથી દુર રહેવાની સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ટકોર. જ્યાં સુધી ઠાકોર સમાજમાંથી અંધશ્રદ્ધા દુર નહીં થાય ત્યાં સુધી સમાજના શિક્ષણનું સ્તર ઉંચુ નહીં આવે તેવુ ગેનીબેન ઠાકોરે આપ્યુ નિવેદન. પાટણના ટીબી ચાર રસ્તા નજીક સદારામ કન્યા લાયબ્રેરીનો ઉદ્ધાટન કાર્યક્રમ હતો. જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, દિનેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ અને ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત હતા. સંબોધન કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ઠાકોર સમાજ અંધશ્રદ્ધાથી દુર રહી સમાજના શિક્ષણ માટે દાન આપે.. વ્યાજે રૂપિયા લાવીને ઠાકોર સમાજ મંદિરો બંધાવે છે.. પરંતુ હવે શિક્ષણ માટે રૂપિયા ખર્ચવાનું શરૂ કરો.
















