(Source: ECI/ABP News/ABP Majha)
Narcotics Amendment Bill | નશાબંધી સુધારા વિધેયક 2024 વિધાનસભામાં પાસ, જુઓ ગૃહમંત્રીએ શું કહ્યું?
નશાબંધી સુધારા વિધેયક 2024 વિધાનસભામાં પાસ. હવે દારૂ, ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનોની થઈ શકશે હરાજી
વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પસાર થયું આ સાથે જ હવે નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની થઈ શકે હરાજી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અનુસાર, આવતા અઠવાડિયાથી જ વાહનોની હરાજી કરવા સૂચના અપાઈ છે. હજારો વાહનોની હરાજી કરીને પોલીસ સ્ટેશનના પરિસર ખાલી કરાશે. જો કે, વાહનોની હરાજી કરતાં પહેલાં કોર્ટની મંજૂરી લેવી પડશે. અઢીસોથી વધુ મોંઘીદાટ કારની પણ હરાજી થશે. બુટલેગરે ચોરી કરેલું વાહન પકડાશે તો માલિકને પરત કરાશે. અત્યાર સુધી દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનો ભંગારમાં પણ નહોતા વેચાતા. આ વિધેયક પર ગૃહમાં ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર પર નિશાન તાંકી કેટલાક સૂચનો પણ કર્યા. હેમંત ખવાના સૂચનોને સરકારે સ્વીકાર્યા. જેમાં સામેલ છે વાહનોની હરાજી બાદ નવા નંબર આપવા.