Commonwealth Games: ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજાવાની તૈયારી, કોમન વેલ્થનું ફેડરેશન ગુજરાતની મુલાકાતે
રમતગમત ક્ષેત્રા ગુજરાતમાંથી સતત પ્રતિભાઓ અને ક્ષમતાઓ બહાર આવી રહી છે. હવે આગામી દિવસે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો ગુજરાતના આંગણે રમાઇ શકે છે. તાજા અપડેટ પ્રમાણે, આજે આંતરરાષ્ટ્રીય કૉમનવેલ્થ ફેડરેશનના સભ્યોએ ગુજરાતની મુલાકાત લીધી હતી, ખાસ વાત છે કે, આગામી કૉમનવેલ્થ 2030 માટે ભારત સરકારે સત્તાવાર દાવેદારી નોંધાવી દીધી હતી, જે અંતર્ગત ગુજરાતના પાંચથી છ મોટા સ્થળોની મુલાકાત લઇને કૉમનવેલ્થ ફેડરેશને ગુજરાતની ક્ષમતા અને સક્ષમતા અંગે માહિતી મેળવી હતી.
ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કૉમનવેલ્થ ગેમ્સ માટે તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે, આજે કૉમનવેલ્થ ફેડરેશને ગુજરાત સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરીને બેઠક યોજી હતી. માહિતી પ્રમાણે, કૉમનવેલ્થ ગેમ્સનું એક ફેડરેશન આજે ગુજરાતની પાંચ-છ જગ્યાની મુલાકાતે આવ્યુ હતુ, આ દરમિયાન ડાયરેક્ટર ઓફ ઓપરેશન સહિત પ્રતિનિધિ વાતચીત કરી હતી. ગાંધીનગર અને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ સહિતના છથી વધારે સ્થળોની મુલાકાત લીધી હતી.


















