Ambalal Patel Rain Forecast: નવરાત્રિમાં નડશે વરસાદનું વિઘ્ન: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે, જે ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. તેમના અનુમાન મુજબ, નવરાત્રિની શરૂઆતમાં હળવો વરસાદ જોવા મળશે, પરંતુ પાછળથી વરસાદનું જોર વધશે.
નવરાત્રિમાં મેઘરાજાનું નડશે વિઘ્ન.ખેલૈયાઓની વધી ચિંતા. ગરબાની રમઝટ બોલાવવા માટે તૈયારી કરી રહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર આપતી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિના શરૂઆતમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.. તો 28 સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.. મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી.. ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે બેથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી..
















