ST Bus Driver Video Viral: સોશિયલ મીડિયાનો વાયરલ ST ડ્રાઈવર ! STની મુસાફરીને બનાવે છે મનોરંજક
તહેવારોના દિવસોમાં યાત્રાળુઓનો થાક ઉતરે અને એસટી બસની યાત્રા સુખદ અને મનોરંજક બને તે માટે દાહોદના દેવગઢ બારિયાના એસટીના ડ્રાઈવર ગુલાબસિંહે અદભૂત પ્રયાસ શરૂ કર્યો
દેવગઢબારીયાના એસ.ટી.બસચાલકનો ધૂમ મચાવતો વીડિયો. ડ્રાઈવર ગુલાબસિંહ ચૌહાણ પોતાના સૂરોથી કરે છે મુસાફરોનું મનોરંજન. દેવગઢબારિયાથી કંજેટા જતી બસમાં માઈક અને સ્પીકરના સહારે રેલાવે છે પોતાના સૂર. મુસાફરો અને સહકર્મીઓએ પણ ગુલાબસિંહની પહેલના કર્યા વખાણ
તહેવારોના દિવસોમાં યાત્રાળુઓનો થાક ઉતરે અને એસટી બસની યાત્રા સુખદ અને મનોરંજક બને તે માટે દાહોદના દેવગઢ બારિયાના એસટીના ડ્રાઈવર ગુલાબસિંહે અદભૂત પ્રયાસ શરૂ કર્યો. સ્ત્રી અને પુરુષ, બંનેના અવાજમાં સૂર રેલાવી શકનાર ગુલાબસિંહ બસ હોય કે પછી બસ ડેપો, તમામને મનોરંજિત કરે છે..આવો જોઈએ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચિત એસટીના ડ્રાઈવર ગુલાબસિંહની કલાકારી.


















