SpiceJet Plane Loses Wheel | કંડલા-મુંબઈ ફ્લાઈટમાં દુર્ઘટના ટળી, ફ્લાઈટનું ટેકઓફ વખતે ટાયર નીચે પડયું
કંડલાથી મુંબઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી. કંડલાથી સ્પાઈસ જેટના વિમાનનું આઉટર વ્હીલ ટેકઓફ કર્યા પછી તરત જ રનવે પર પડી ગયું. જોકે, મુંબઈમાં સફળ લેન્ડિંગ કરાતા તમામે રાહતનો શ્વાસ લીધો. સ્પાઈસજેટના વિમાને શુક્રવારે બપોરે 2 વાગ્યાને 39 મિનિટે કંડલા એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડાન ભરી હતી.. ટેક ઓફ કર્યા પછી તરત જ, ટાવર કંટ્રોલરે રનવે પર વિમાનમાંથી એક મોટી કાળી વસ્તુ પડતી જોઈ. જ્યારે નિરીક્ષણ ટીમે જોયું તો વિમાનનું વ્હીલ પડી ગયું હતું. ટેકનિકલ ખામીની માહિતી મળ્યા બાદ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર બપોરે 15:51 વાગ્યે ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું...પ્લેનમાં 75 લોકો સવાર હતા. જો કે વિમાને પોતાની યાત્રા પૂરી કરી અને મુબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેંડીંગ થયું.
















