નવસારીના ગણદેવીમાં પાખંડી તાંત્રિકે વિધિના બહાને બે બહેનોને બનાવી ગર્ભવતી
નવસારીમાં તાંત્રિક વિધીના બહાને બે સગી બહેનો પર બળાત્કાર ગુજારનાર નરાધમ તાંત્રિકની ધરપકડ કરવામાં આવી છે. નરાધમે તાંત્રિક વિધિના બહાને ગણદેવીની પરિણીતા અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ વિષ્ણુ નાઈકે સગીરાને કહ્યું તમારે ઘરે શેતાનની છાયા દૂર કરવા એક વિધિ કરવાની છે જેમાં તારે દેવી પાર્વતી અને મારે મહાદેવ શંકરજી બનીને લગ્ન કરવાના છે તે પછી શેતાનને ભગાડવાનો છે. સગીરા તેની વાતોમાં આવી ગઈ અને ત્યારબાદ નરાધમે બનાવટી લગ્ન કર્યા. બાદમાં વિષ્ણુ નાઈકે દૂષ્કર્મ આચર્યું. બાદમાં પ્રેમ જાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરતો રહ્યો. જો કે બાદમાં બહેનોના પિતાએ પોલીસ ફરિયાદ કરી. જે બાદ નરાધમની સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.




















