રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે.  ગુરવારે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા હતા. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગામડાઓ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિન અને એમ્બ્યુલન્સની સુવિધાનો અભાવ છે. ત્યારે આ કોરોના મહામારીથી બચવા કેટલાક ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે.