Gujarat Rain Forecast | ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Gujarat Rain Forecast | રાજ્યમાં અમુક જિલ્લામાં હીટ વેવ ની આગાહી તો અમુકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.. બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે આજે ખેડા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આણંદ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા સહિત વરસાદી માહોલ રહેશે.. આવતીકાલે અમદાવાદ ખેડા આણંદ મા વરસાદ રહેશે મધ્યપ્રદેશમાં એક સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આ વરસાદ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત વલસાડ પોરબંદર અને ભાવનગરમાં હીટ વેવ ની આગાહી આપવામાં આવી છે આવતીકાલે કચ્છમાં હીટ વેવ ની આગાહી આપવામાં આવી છે.. અમદાવાદનું તાપમાન આજે 39 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા.




















