શોધખોળ કરો
ડભોઇ CHCમાં બે વર્ષથી વોટર કુલર ધૂળ ખાય છે, દર્દીઓને હાલાકી, જુઓ વીડિયો
ઉનાળા ની કાળઝાર ગરમીમાં ડભોઇ પંથકમા 42 ડીગ્રી તાપમાન નો પારો છે ત્યારે ડભોઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમા દૂર દૂરથી ડભોઇ તાલુકાના 118 ગામમાંથી આવતા દર્દીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. દર્દીના સગાને વેચાતું પાણી લેવા મજબુર બનવુ પડ્યું છે. ડભોઇ નગર ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું વોટર કુલર છેલ્લા 2 વર્ષ થી ધૂળ ખાઈ રહ્યું છે. તંત્રને પૂછતાં ગ્રાન્ટ આવી ના હોય રીપેર કરવામા આવ્યું નથી તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવે છે.
ગુજરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ



















