Devayat Khavad News: દેવાયત ખવડ 2027 માં ચૂંટણી લડશે ? કોણે કર્યો મોટો દાવો..?
લોકગાયક દેવાયત ખવડને લઈ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપાડાના કાકાનો દાવો કર્યો છે. દેવાયત ખવડના મામા રામકુભાઈએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે દેવાયત ખવડ ધારાસભ્ય બની વિધાનસભા પહોંચવા પ્રયાસ કરે છે. રાજનીતિમાં આવવા બે વર્ષથી ખવડ પ્રયાસ કરે છે, તેવું રામકુભાઈએ કહ્યું. સાથે એવો પણ દાવો કર્યો કે કયા પક્ષમાંથી ચૂંટણી લડવી તે દેવાયત નક્કી કરશે.
લોકગાયક દેવાયત ખવડ હવે સંગીતના સૂર છોડીને રાજકારણના સુર છેડવા માંગે છે. દેવાયત ખવડના મામા રામકુભાઈએ કર્યો દાવો. રામકુભાઈના મતે દેવાયત ખવડ રાજકીય કારકિર્દી બનાવવા માગે છે. ધારાસભ્ય બનીને વિધાનસભા સુધી પહોંચવા કરી રહ્યા છે પ્રયત્ન. જો તે તેઓ કયા પક્ષમાંથી અને કઈ બેઠકમાંથી ચૂંટણી લડશે. એ દેવાયત ખવડ પોતે નક્કી કરશે. પણ તેઓ છેલ્લા 2 વર્ષથી રાજકારણમાં ધૂસવાનો પ્રયત્ન ચોક્કસથી કરી રહ્યા છે. મામાના મતે તેમના મિત્ર વર્તુળ અને સંપર્કોને જોતા તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે.




















