કોરોનાથી સાજા થયેલા દર્દી પર ICMRનું સ્ટડી, જોવા મળી આ અન્ય બીમારી, હેલ્થ એક્સ્પર્ટે શું આપી સલાહ? જુઓ વીડિયો
કોરોનાની મહામારીમાં તાજેતરમાં જ પોસ્ટ કોવિડ પેશન્ટ પર સ્ટડી થયું. આ સ્ટડીના કેટલાક તારણો સામે આવ્યાં છે. આ સ્ટડી મુજબ કોરોનાથી સાજા થયેલા દર્દીમાં હાઇબ્લડપ્રેશનની સમસ્યા વધુ જોવા મળી રહી છે. આ સ્ટડી દિલ્લીના મુલચંદ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ સ્ટડીના તારણ પર નજરી કરીએ તો, કોવિડથી રિકવર થયેલા દર્દીમાં 46 ટકા દર્દીઓ એવા હતા. જે કોરોના બાદ હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત છે. આ પ્રકારની દર્દીઓ 55થી 70 વર્ષની એઝ ગ્રૂપના છે. સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે, કેટલાક યંગ એઝના કેસમાં પણ હૃદયની ગતિ એબનોર્મલ જેવી કેટલીક સમસ્યા જોવા મળી રહી છે. ICMRએ પોસ્ટ કોવિડની સ્થિતિ જાણવા માટે 19 હજાર દર્દી પર સ્ટડી કર્યું હતું. આ સ્ટડી મુજબ 27.6 દર્દી એવા હતા, જેમને પહેલાથી હાઇપર ટેન્શનની બીમારી હતી.





















