Breaking News: બિહાર અને ઝારખંડમાં કુદરતનો કહેર, 65 લોકોના મોત; દિલ્હી NCRમાં ઓરેન્જ એલર્ટ
Breaking News: બિહાર અને ઝારખંડમાં કુદરતનો કહેર, 65 લોકોના મોત; દિલ્હી NCRમાં ઓરેન્જ એલર્ટ
બિહાર અને ઝારખંડમાં વરસાદે કહેર મચાવ્યો છે.. બિહારમાં કરા પડવા સહિત વરસાદ આધારિત ઘટનાઓમાં 39 લોકોના મોત થયા છે. જ્યારે વીજળી પડવાના કારણે 22 લોકોના મોત થયા છે.. ઝારખંડના હજારીબાગ જિલ્લામાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થઈ ગયા છે. આ તરફ દિલ્હી એનસીઆરમાં શુક્રવારની સાંજે હવામાન પલટાયું આંધીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પૂર્વ દિલ્હીના મધુવિહાર પોલીસ સ્ટેશનમાં નિર્માણાધીન બિલ્ડીંગની દીવાલ તૂટી પડવાના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. ખરાબ હવામાનના પગલે દિલ્હીમાં રાત્રે 9 વાગ્યા સુધીમાં 15 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી આ તરફ મેટ્રોની સેવા ઉપર પણ અસર થઈ હતી.. ઓવરગ્રાઉન્ડ રોડ પર મેટ્રોને સાવચેતીના પગલા રૂપે મર્યાદિત ગતિથી ચલાવવામાં આવી. હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ વરસાદ આંધી અને વીજળીના કારણે યુપીમાં 22 લોકોના મોત થઈ ગયા.





















