Corona Cases 2025 : ભારત સહિત એશિયાના અનેક દેશોમાં કોરોનાની ફરી દસ્તક, દેશમાં 93 કેસ
Corona Cases 2025 : ભારત સહિત એશિયાના અનેક દેશોમાં કોરોનાની ફરી દસ્તક, દેશમાં 93 કેસ
Coronavirus: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ-19 ફરી એકવાર દસ્તક દિધી છે. એશિયામાં હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોનાના કેસ મળી આવ્યા છે. કેસોમાં વધારો એશિયામાં કોરોનાવાયરસની બીજી લહેરના સંકેત આપે છે. આરોગ્ય અધિકારીઓ પણ આ અંગે ચિંતિત હોય તેવું લાગે છે.
હોંગકોંગ સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનના ચેપી રોગ શાખાના વડા આલ્બર્ટ ઓ અનુસાર, હોંગકોંગમાં વાયરસની ગતિવિધિ ઘણા મોટા સ્તરે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે કોવિડ-19ના પોઝિટિવ કેસોની ટકાવારી એક વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ડેટા ગંભીર કેસોમાં ચિંતાજનક વધારો દર્શાવે છે, જેમાં મૃત્યુનો પણ સમાવેશ થાય છે, જે લગભગ એક વર્ષમાં તેમના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે. 3 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 31 કેસ નોંધાયા હતા.
હોંગકોંગના સિંગર ઇસન ચૈને કોન્સર્ટ રદ કર્યો
કોન્સર્ટના સત્તાવાર વીબો એકાઉન્ટ પરની એક પોસ્ટ અનુસાર, હોંગકોંગના ગાયક ઇસન ચૈને કોવિડ-19 ના સંક્રમણ બાદ તાઇવાનના કાઉશુંગમાં યોજાવાનો તેમનો સંગીત કોન્સર્ટ રદ કર્યો છે, જે આ સપ્તાહના અંતમાં યોજાવાનો હતો.




















