Delhi Floods: રાજધાની દિલ્લી પર ફરી પૂરનો ખતરો, યમુના નદીએ ફરી એક વખત ભયજનક સપાટી વટાવી
દિલ્લીમાં યમુના નદીના જળસ્તરમાં વધારો. યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર. હાલ નદીની સપાટી 205.45 મીટર. નદીની સપાટીમાં વધારો થતો હોવાથી દિલ્લીમાં ફરી પૂરનો ખતરો
રાજધાની દિલ્લી પર ફરી પૂરનો ખતરો. યમુના નદીએ ફરી એક વખત ભયજનક સપાટી વટાવી. આજે સવારે 9 વાગ્યે યમુના નદીનું જળસ્તર 205.45 મીટર નોંધાયું. ગઈકાલ રાતે જ યમુના નદીએ ભયજનક સપાટી વટાવી હતી. ગઈકાલે રાત્રે યમુના નદીનું જળસ્તર 205.41 મીટર હતું..યમુના નદીમાં સતત જળસ્તર વધતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપી દેવાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં યમુનાના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે. યમુના બજાર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોને નદી કાંઠે ન જવા માટેની સૂચના આપી દેવાઈ છે.





















