હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવ
Hathras Stampede Accident: પ્રશાસને હાથરસના સત્સંગમાં 80 હજાર લોકોને ભાગ લેવાની મંજૂરી આપી હતી. આયોજકોએ પરવાનગી કરતાં વધુ લોકોને ભેગા થવા દીધા. આ કારણે જ્યારે નાસભાગ મચી ગઈ ત્યારે વહીવટીતંત્ર ભીડને કાબૂમાં કરી શક્યું ન હતું.
હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં 116 લોકોના મોત થયા છે અને આ મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. હવે આ ઘટના અંગે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ દરમિયાન જે હકીકતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ત્યાં હાજર ભક્તોએ બાબાની પૂજા કરવાની અને તેમના ચરણ સ્પર્શ તક આપવામાં આવી અને બાબા ઉભા થઇને લોકો વચ્ચે આવ્યા ત્યાર બાબાના ચરણ સ્પર્શ કરવા અને ચરણ રજ લેવા માટે લોકો ઉભા થઇ ગઇ અને બાબા તરફ એકસાથે ધસી ગયા સમયે ભીડ બેકાબૂ બની અને લોકો એક બીજા પર પડવા લાગ્યા દોડધામમાં કેટલાક લોકો લોકોની નીચે કચડાયા. જેમાં 116 લોકોના મોત થયા.