કોરોના વાયરસને ગળામાં જ આ રીતે ખતમ કરી દેવાથી ફેફસાં સુધી નથી પહોંચતું સંક્રમણ
શરીરમાં કોરોના વાયરસ ઘૂસ્યા બાદ કઇ રીતે વ્યક્તિને બીમાર કરે છે અને તે કયાં કારણે ગંભીર સ્થિતિમાં જતો રહે છે જાણીએ,, વાયરસ જેવા શરીરમાં ઘૂસે છે કે, તેનું ડુપ્લીકેશન થાય છે એટલે તેના કણો વધવા લાગે છે. જેને સાદી ભાષામાં સમજીએ તો વાયરસના કણો વધતા સંક્રમણ વધવા લાગે છે. સૌથી પહેલા વાયરસની અસર ગળા પર જોવા મળે છે. ગળામાં દુખાવો થાય છે અને ખરાશનો અનુભવ થાય છે. ત્રણ દિવસ બાદ પેશન્ટને સૂકી ઉધરસ શરૂ થાય છે. વાયરસ ધીરે ધીરે ગળામાંથી શ્વાસનળીમાં જાય છે. અને શ્વાસની નળીને ધીમી કરી દે છે. વાયરસ ફેફસામાં પહોંચતાં ફેફસાની થેલીને ડેમેજ કરે છે.આ સ્થિતિમાં ફેફસામાં પાણી ભરાઇ જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આમાથી કેટલાક પેશન્ટની સ્થિતિ એટલી ગંભીર થઇ જાય છે કે તેને વેન્ટીલેટરની જરૂર પડે છે. સૌથી ખરાબ કેસમાં તેને મેડિકલ ભાષામાં એક્યૂટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ફેફસા એટલા ડેમેજ થઇ જાય છે કે શ્વાસ લેવો મુશ્કેલ થઇ જાય છે. આ સ્થિતિમાં દર્દીના મૃત્યુન શક્યા વધી જાય છે.