J&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યો
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પાછા લાવવાના પ્રસ્તાવને લઈને જોરદાર હોબાળો થયો હતો. આ દરમિયાન ગૃહના કેટલાક સભ્યો વચ્ચે મારામારી પણ થઈ હતી. એન્જિનિયર રાશિદના ભાઈ અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે કલમ 370 પર બેનરો બતાવ્યાં હતાં. વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ઉગ્ર હોબાળો શરૂ થયો હતો. આ દરમિયાન ભાજપના કેટલાક ધારાસભ્યોને ધક્કો મારીને ગૃહની બહાર કાઢી દેવામાં આવ્યા હતા.
ગૃહમાં હંગામાને કારણે વિધાનસભાની કાર્યવાહી પહેલા 20 મિનિટ અને પછી આજે શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લંગેટના ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370 પાછા લાવવાનું બેનર લહેરાવ્યું હતું. બેનર પર લખવામાં આવ્યું હતું કે, ‘અમે કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા અને તમામ રાજકીય કેદીઓની મુક્તિ ઈચ્છીએ છીએ.
J&K Assembly Updates | આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યો