Paris Olympics 2024: ભારતને ઓલિમ્પિકમાં મળ્યો પહેલો મેડલ, મનુ ભાકરે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ
ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ જીત્યો. મનુ ભારત માટે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા શૂટર છે.
મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મનુ તેની બીજી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.
મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ છે. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા. વર્તમાન પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. કોરિયન ખેલાડીઓ ઓ
















