Mumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકાર
Kurla Bus Accident: મુંબઈના કુર્લા વિસ્તારમાં બેકાબૂ બેસ્ટ બસનો કહેર જોવા મળ્યો છે. બેકાબૂ બહાર બસે અન્ય વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોને ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના લગભગ પોણા દસ વાગ્યાની આસપાસ બની હતી. અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે એલ વોર્ડની સામે એસજી બર્વે માર્ગ પર બેસ્ટની બસ અનેક વાહનો સાથે અથડાઈ હતી. કુર્લા ભાભા હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. અબ્દુલના જણાવ્યા અનુસાર, ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ભાભા હોસ્પિટલ પાસેથી મળેલી માહિતી અનુસાર, બેકાબૂ બસને કારણે થયેલા આ અકસ્માતમાં 15 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આમાંથી કેટલાક મૃત્યુ પામ્યા છે. કેટલાક દર્દીઓને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.