Mumbai Rain Updates | જુઓ ધોધમાર વરસાદથી મુંબઈના કેવા છે હાલ?, સ્થિતિનો ચિતાર
મુંબઈમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે., વરસાદ દિવસભર ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગ દ્વારા સવારે 8 વાગ્યે જારી કરાયેલા ન્વેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી 3-4 કલાકમાં મુંબઈ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
IMDએ 15 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના સૂચવી છે. મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા શનિવારે ‘ ઓરેન્જ એલર્ટ ‘ જારી કરવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલ એક વિડિયો પી ડી’મેલો રોડ પર ભારે વરસાદ દર્શાવે છે, જેમાં વાહનો ધોધમાર વરસાદમાંથી પસાર થઈ રહ્યાં છે. અન્ય એક વિડિયોમાં નવી મુંબઈના APMC માર્કેટ અને તુર્ભે માફ્કો માર્કેટમાં પાણી ભરાયેલા રસ્તાઓ કેપ્ચર કરવામાં આવ્યા છે , જે રાતોરાત અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.