શોધખોળ કરો
વારાણસીમાં ડોક્ટરો સાથે વાત કરતા ભાવુક થયા PM મોદી, કહ્યુ- આ વાયરસે ઘણા આપણા લોકોને છીનવ્યા છે
કોરોના બાદ દેશમાં વધી રહેલા મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના વધતા કેસને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. વારાણસીમાં તબીબોને સંબોધિત કરતા પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, આપણે આપણા પરિવારના અનેક સભ્યોને બચાવી શક્યા નથી. આ વાયરસે આપણા ઘણા લોકોને છીનવી લીધા છે તેમ કહી ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું કે બ્લેક ફંગસના રૂપમાં આપણી સામે નવો પડકાર છે. બ્લેક ફંગસથી બચવા માટે સવાધાની જરૂરી છે. આપણી લડાઈ એક અદ્રશ્ય અને રૂપ બદલતા દુશ્મન સામે છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















