PM Modi In J&K: પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલી વાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ શ્રીનગર અને કટરા વચ્ચે ખાસ ડિઝાઇન કરાયેલી બે વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે. વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ તરીકે ઓળખાતો ચેનાબ રેલ પુલ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
PM મોદીએ શુક્રવારે સવારે 11 વાગ્યે જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદ્ઘાટન કર્યું. PM અહીં લગભગ એક કલાક રોકાયા. આ દરમિયાન તેઓ રેલવે અધિકારીઓ અને બ્રિજ બાંધકામ કામદારોને મળ્યા.
તેઓ એન્જિનમાં બેસીને ચિનાબ આર્ચ બ્રિજથી કેબલ સ્ટે અંજી બ્રિજ પર પહોંચ્યા. અહીં તેમણે અંજી બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું.
















