શોધખોળ કરો
Advertisement
PM મોદીના હસ્તે ગીરનાર રોપ-વે, કિસાન સૂર્યોદય, UN મહેતા કાર્ડિયાક હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રણ મોટી ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીના હસ્તે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવે, કિસાન સૂર્યોદય યોજના અને ભારતની સૌથી મોટી હ્રદયરોગ હૉસ્પિટલનું ઈ લોકર્પણ કર્યું હતું. ગિરનાર રોપવેથી 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપી શકાશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. સાથે જ કિસાન સૂર્યોદય યોજનાનું મોદીના હસ્તે ઈ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. તે સિવાય વડાપ્રધાન મોદીએ યુ.એન.મહેતામાં ભારતની સૌથી મોટી હ્રદયરોગ હૉસ્પિટલનું ઈ લોકર્પણ કર્યું હતું. નવી અદ્યતન સુવિધા સાથે 1251 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. જેમાં અદ્યતન પીડિયાટ્રીક,નિયોનેટલ અને એડલ્ટ કાર્ડિયાક ઓપરેશનથિયેટર.. હૃદય અને ફેફસાના ટ્રાંસપ્લાંટ સહિત ઓપરેશન થિયેટરની સુવિધા,અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઈલેક્ટ્રોફિઝીલોજીની સુવિધા સાથે મેકિનિકલ એલિવેટર કાર પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે
દેશ
HMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?
HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?
Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch Video
Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ
New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement