S. Jayshankar Forgien Visit: પાકિસ્તાન સાથેના તણાવ બાદ વિદેશમંત્રી કરશે આ ત્રણ દેશોની મુલાકાત
S. Jayshankar Forgien Visit: પાકિસ્તાન સાથેના તણાવ બાદ વિદેશમંત્રી કરશે આ ત્રણ દેશોની મુલાકાત | Abp Asmita
ભારત અને પાકિસ્તાની સશસ્ત્ર દળો વચ્ચે 4 દિવસની લશ્કરી અથડામણ બાદ વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી એટલે કે 19 મેથી 3 દેશની મુલાકાત જશે. તેઓ 19થી 24 મે દરમિયાન નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની સત્તાવાર મુલાકાતે જશે. ઓપરેશન સિંદૂર પછી જયશંકરની આ પહેલી વિદેશ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે મંત્રી સરહદ પારના આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થનનો મુદ્દો ઉઠાવી શકે છે. આ મુલાકાત દ્વારા ભારત વિશ્વને સંદેશ આપવા માગે છે કે તે વૈશ્વિક પ્લેટફોર્મ પર તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. ભારતના ત્રણ દેશો - નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મની - સાથેના સંબંધો માત્ર આર્થિક જ નહીં, પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.





















