Uttar Pradesh News : એક ટેટૂના કારણે 16 વર્ષથી લાપતા યુવકનું પરિવાર સાથે મિલન થયું
એક ટેટૂના કારણે 16 વર્ષથી લાપતા યુવકનું પરિવાર સાથે મિલન થયું..ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના ગાંડવ ગામમાંથી 16 વર્ષ પહેલા ગુમ થયેલા બાળકની આજે પુખ્ત વયે પરિવારજનો સાથે મુલાકાત થઈ. આ યુવકનું નામ પંકજ ઉર્ફે રાહુલ યાદવ છે, જે સોળ વર્ષ પહેલા મોટાભાઈ સાથે ઝઘડા થયા બાદ પિતાએ તેને માર્યો હતો અને ગુસ્સામાં ટ્રેન પકડી ઘર છોડી દીધું હતું. જોકે, પંકજ નથી બોલી શકતો કે નથી સાંભળી શકતો..અમદાવાદ રેલવે સ્ટેશન પર પંકજ ઊતરી ગયો અને રેલવે સ્ટેશનની અંદર જ ભટકતો રહ્યો ત્યારે રેલવે પોલીસે પંકજની પ્રાથમિક તપાસ કર્યા બાદ બહેરા મૂંગાની શાળામાં તેની ભરતી કરાવી, પરંતુ પંકજને ભણવામાં કોઈ જ રસ ન હતો, જેથી તે ત્યાંથી પણ છુટકારો મેળવીને નવરંગપુરા પોલીસ સ્ટેશનની આસપાસ ફરતો હતો અને ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ ખાતો પીતો અને રહેતો હતો જ્યારે પોલીસના નાના-મોટા કામ પણ કરતો હતો. પરંતુ 16 વર્ષ બાદ એવો સમય આવ્યો કે, અચાનક પરિવાર સાથે મુલાકાત થઈ. પંકજ અને તેનો મિત્ર 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના એક મેળામાં ફરવા ગયા હતા. અને ત્યાં બંનેએ હાથ પર એક ટેટુ આવ્યું હતું જેમાં રામ સીતા લખેલું હતું.પંકજ તો 16 વર્ષ પહેલાં જ અમદાવાદ આવી ગયો અને તેનો મિત્ર નીરજ યાદવ છેલ્લા બે મહિનાથી અહીંયા સિક્યુરિટીનું કામ કરે છે. અને તેઓ બંને નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી ચાની કીટલીએ ભેગા થયા અને નીરજે પંકજ ના હાથ પર ટેટૂ જોતા જ તેને ઓળખી ગયો...





















