શોધખોળ કરો
હજારો ભારતીય આઇટી પ્રોફેશનલોને અમેરિકન કોર્ટે શું આપી મોટી રાહત?
અમેરિકાની ટોચની આઇટી કંપનીઓ અને હજારો ભારતીય પ્રોફેશનલોને અમેરિકન કૉર્ટે મોટી રાહત આપી હતી. અમેરિકન કોર્ટે ટ્રમ્પ વહીવટી પ્રશાસનના પ્રસ્તાવિત એચ-1બીના નવા નિયમો પર સ્ટે મૂકી દીધો હતો. આ પ્રસ્તાવ વિદેશી કર્મચારીઓની નિમણૂક કરવાની અમેરિકન કંપનીઓની ક્ષમતાને અસર કરતી હતી. એચ-1 બી વિઝા એક નોન ઇમિગ્રેશન વીઝા છે. જે અમેરિકન કંપનીઓને વિશેષ વ્યવસાય માટે વિદેશી કર્મચારીઓની નિમણૂક કરવાની મંજૂરી આપે છે. આ વિઝા હેઠળ એવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે જેમની પાસે સૈદ્ધાંતિક કે ટેકનિકલ જ્ઞાાન હોય છે. સામાન્ય રીતે આ વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે અને ત્યારબાદ તેને રિન્યુ કરવામાં આવે છે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















