કોરોના વેક્સિનની એક અને બંને ડોઝ લીધેલી વ્યક્તિ સંક્રમિત થાય તો કેવા લક્ષણો જોવા મળે છે, જાણો
કોરોનાના અલગ અલગ વેરિયન્ટના કારણે મહામારીથી સંપૂર્ણ મુક્તિ હજું સુધી નથી મળી રહી.. આ સ્થિતિમાં વેક્સિનેટ લોકોમાં પણ સંક્રમણ જોવા મળી રહ્યું છે. વેક્સિનેટ લોકોમાં ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ યિંતાજનક છે. હવે એ સમજીએ કે વેક્સિનના એક ડોઝ લીધા બાદ જો વ્યક્તિ સંક્રમિત થાય છે તો તેમાં ક્યાં લક્ષણો જોવા મળે છે. તાજેતરમાં જ Zoe Covid Symptom studyમાં એવા પાંચ લક્ષણોની ઓળખ થઇ છે. જે છેલ્લા કેટલાક સપ્તાહમાં સામે આવ્યાં છે. તેવામાં ખાસ પાંચ લક્ષણોને ઓળખવામાં આવ્યાં છે. જે પહેલો અને બીજો વેક્સિનનો ડોઝ લીધા બાદ જોવા મળે છે. લોકો દ્વારા એપ પર દર્શાવવામાં આવેલા લક્ષણોના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે . જો કે તેમાં કોઇ વેરિયન્ટ કે ડેમોગ્રાફિક ઇન્ફર્મેશનનો ઉલ્લેખ નથી કરાયો.





















