Vaishno Devi Yatra: વૈષ્ણોદેવી યાત્રાનો આજથી પુનઃપ્રારંભ, રજિસ્ટ્રેશન માટે કટરામાં યાત્રાળુઓની લાઈન
વૈષ્ણોદેવી યાત્રાનો આજથી પુનઃપ્રારંભ, રજિસ્ટ્રેશન માટે કટરામાં યાત્રાળુઓની લાઈન લાગી
માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર..26 ઓગસ્ટે ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણો દેવી યાત્રા આજથી ફરી શરૂ. .22 દિવસ બાદ યાત્રા શરૂ થતા જ કટારામાં રજીસ્ટ્રેશન માટે ભક્તોની લાંબી લાઈન લાગી. અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૈષ્ણો દેવી યાત્રાના રૂટ પર 26 ઓગસ્ટે ભૂસ્ખલનની ઘટના બની. જેમાં 34 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 20થી વધુ ઘાયલ થયા. જેથી યાત્રા સ્થગિત કરવામાં આવી. જો કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે મંગળવારે સોશિયલ મીડિયામાં પોસ્ટમાંરકરી માહિતી આપી કે યાત્રા ફરી શરૂ થઈ છે. જેથી વહેલી સવારથી જ મોટી સખ્યામાં ભક્તો રજીસ્ટ્રેશન માટે ઉમટ્યા છે.





















