Jamnagar News: જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
ગુજરાતમાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના ઘટી છે. આ વખતે જામનગરમાં બે જૂથો વચ્ચે જોરદાર ઘર્ષણ, મારામારી અને બાદમાં પથ્થમારો થયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જામનગર શહેરમાં ગઇ મોડી રાત્રે બેડી વિસ્તારમાં અચાનક બે જૂથ આમને સામને આવી ગયા, અને બાદમાં મારામારી થઇ અને પછી સામસામે પથ્થરમારો કરાયો હતો. જોકે, કયા કારણોસર અથડામણ થઇ તે અંગે કોઇ કારણ સામે આવ્યુ નથી, હાલમાં પોસીસે બન્ને પક્ષો તરફથી ફરિયાદો લઇ તપાસ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં જૂથ અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ રાજકોટમાં કિન્નર જૂથો આમને સામને આવ્યા હતા, તો હવે જામનગરમાં પણ બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે. માહિતી પ્રમાણે, જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં ગઇ મોડી રાત્રે બે જૂથો કોઇ કારણોસર આમને સામને આવી ગયા, જાહેર રૉડ પર બન્ને પક્ષોના ટોળા એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા અને બાદમાં પથ્થરમારો શરૂ થયો હતો. આ બબાલ કયા કારણોસર થઇ તે અંગે કોઇ ખુલાસો થયો નથી, પરંતુ અંગત અદાવતમાં બન્ને જૂથો વચ્ચે બબાલ થઇ હોવાની વાત સામે આવી છે. હાલમાં પોલીસે બન્ને પક્ષો તરફથી ફરિયાદો લઇ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે.




















