શોધખોળ કરો
Shamlaji Rain : શામળાજીમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Shamlaji Rain : શામળાજીમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ અહેવાલ
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વરસાદ. શામળાજી અને આસપાસના ગામમાં વરસાદ. શામળાજીમાં બસ સ્ટેન્ડ માર્ગ પર ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. આ અંગેની વિગતો એવી છે કે, અરવલ્લીના શામળાજીમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા હતા. રસ્તા પર ગાડીના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આણંદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આણંદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે. મુશળધાર વરસાદના કારણે આણંદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આણંદ શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
આગળ જુઓ





















