Mehsana Demolition news: મહેસાણામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર , 70થી વધુ દબાણો તોડી પાડયા
આ તરફ મહેસાણાના કસ્બા વિસ્તારમાં પણ હાથ ધરાઈ ડિમોલિશનની કામગીરી. મુખ્ય રોડની બન્ને સાઈડ પર ગેરકાયદે ખડકી દેવામાં આવેલ 70થી વધુ પાકા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. ચિકન શોપ, મચ્છી માર્કેટ સહિતના 70થી વધુ પાકા બાંધકામો પર પ્રશાસને બુલડોઝર ફેરવી દીધુ..કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મહેસાણામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર.કસ્બા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડીમોલીશન 70થી વધારે પાકા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. મુખ્ય રોડની બન્ને સાઈટ પર ગેરકાદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા હતી. જેથી મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા. 70થી વધારે પાકા બાંધકામ તોડી પાડી દેવાયા. જેમાંથી મોટા ભાગની ચિકન શોપ હતી. મચ્છી માર્કેટ અને ચિકન શોપ તોડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવ્ય હતો.





















