Hathmati Dam: હિંમતનગરનું હાથમતી જળાશય છલકાયું, ડીપ પર ફરી વળ્યા પાણી, જુઓ અહેવાલ
Hathmati Dam: હિંમતનગરનું હાથમતી જળાશય છલકાયું, ડીપ પર ફરી વળ્યા પાણી, જુઓ અહેવાલ
Sabarkantha Rain : હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં આવ્યું પાણી. શહેરમાં આવેલ હાથમતી પીકઅપ વિયર ઓવરફ્લો થઈ પાણી નદીમાં વહી રહ્યું છે. ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જતા કોઝવે પરથી વાહયું પાણી. કોઝવેના બંને છેડે પોલીસે બેરીકીટિંગ કરી રોડ બંધ કર્યો. સાવચેતીના ભાગરૂપે રોડ કરાયો બંધ.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મોડાસા, માલપુર અને શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા શહેરના ડીપ વિસ્તાર, ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસા-શામળાજી હાઈવે પર પણ પવન સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા ચાલકો હેડ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબુર બન્યા હતા.
મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો જળબંબાકાર
યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ વરસતા મંદિર તરફ જવાનો મુખ્ય રસ્તો જળબંબાકાર થયો. શામળાજી સહિત શામળપુર, અણસોલ, વાંદીયોલ સહિતના પંથકમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. આ તરફ ભારે વરસાદથી માલપુરના રાજમાર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માલપુરની સાથે મોરડુંગરી, જેશીંગપુર, અંબાવા, કોયલીયામાં ધોધમાર વરસાદ વરસ્યો.
ધોધમાર વરસાદથી ગણેશ પંડાલો પણ વરસાદી પાણીમાં ભીંજાતા આયોજકોની ચિંતા વધી છે. મેઘરજમાં પણ ધોધમાર વરસાદથી આંબાવાડી રોડ, ગાયત્રી સોસાયટી, નવજીવન સોસાયટી આગળ વરસાદી પાણી ભરાયા હતા.





















