Janta Raid at liquor den: વિજાપુર તાલુકામાં દેશીદારૂના અડ્ડા પર જનતા રેડ
મહેસાણાના વિજાપુરમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ. લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રણસીપુર ગામમાં ગ્રામજનોએ રેડ કરતા દારૂનો કરાયો નાશ... જોકે લાડોલ પોલીસે આ જ સ્થળે રેડ કરી,ત્યારે દારુ ન મળ્યાને લઈ ઉઠ્યા સવાલો.
મહેસાણાના વિજાપુર તાલુકામાં દેશીદારૂના અડ્ડા પર જનતા રેડ. રણસીપુર ગામમાં સ્થાનિકોએ જનતા રેડ કરીને સ્થળ પર જ દારૂનો નાશ કર્યો. ગામમાંથી દારૂના દુષણને ડામવા ગ્રામજનોએ જનતા રેડ કરી. જનતા રેડથી લાડોલ પલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. સ્થાનિકોએ કરેલી રેડ બાદ લાડોલ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી. સ્થલ પરથી દારુ ન મળ્યાનો લાડોલ પોલીસે દાવો કર્યો.. લાડોલ પોલીસ સ્ટેશનના પીઆઈએ જનતા રેડની વાતને સદંતર ખોટી ગણાવી પોલીસ પર હપ્તા લેવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.





















