Vav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારી
વાવ વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી જાહેર થતાં જ હવે બનાસકાંઠા અને વાવમાં રાજકારણ ગરમાયું છે. ઠાકોર સમાજમાં હાલમાં ગરમાયો જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોર ભાજપ સાથે જોડાયેલા હતા. પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢ ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે.
વાવ વિધાનસભાની બેઠક પોતાના નામ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભાજપમાંથી 50 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી 8 લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે, હાલમાં 3 ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગેનીબેનના પરિવારમાંથી તેમના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રા